અમદાવાદઃડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, 6 જણાની ધરપકડ

Jun 11, 2017 12:07 PM IST | Updated on: Jun 11, 2017 12:07 PM IST

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે નવરંગપુરા વિસ્તારમાં આવેલ ટાઈમ સ્કેવર બિલ્ડીંગમાં આવેલ અર્હમ વેલ્થ મેનેજમેન્ટ નામની ઓફીસમાં રેડ કરી ડબ્બા ટ્રેડિંગ કરતા 6 લોકોની ધરપકડ કરી છે.

પોલીસના કહેવા પ્રમાણે ચેલ્લા 6 મહિનાથી આ ટ્રેડિંગ કરતા હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.પોલીસનુ કહેવુ છે કે આરોપી અમર શાહે મુખ્ય આરોપી છે અને તે લીગલ શેરબજારનુ કામ પણ એજ ઓફીસમાં કરતા હતા અને તેની આડમાં એક નાની ઓફીસ બનાવી છ લોકો ડબ્બા ટ્રેડિંગ પણ કરતા હતા.

અમદાવાદઃડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, 6 જણાની ધરપકડ

પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે કે 20થી વધુ લોકો અમર શાહ પાસે ભાવ કપાવતા હતા અને લાખોનુ કાચી ટ્રાન્જેકશન હતુ.હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવી તપાસ હાથ ધરી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર