તાજમહેલને ઉડાવી દેવા આતંકી સંગઠન આઇએસની ધમકી, ટ્વિટ કરી જણાવ્યો એટેક પ્લાન

Mar 17, 2017 05:47 PM IST | Updated on: Mar 17, 2017 05:47 PM IST

નવી દિલ્હી #આતંકી સંગઠન આઇએસઆઇએસએ તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. શુક્રવારે ટ્વિટ કરીને આ ધમકી આપવામાં આવી છે. જેને પગલે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે અને તાજમહેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટ પર આઇએસઆઇએસના સમર્થક અહવાલ ઉમ્મતે ભારતમાં હુમલાનો પ્લાન ગ્રાફિક્સ મારફતે સમજાવ્યો છે. જેમાં આગામી નિશાન તાજમહેલ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આતંકી સંગઠને દાવો કર્યો છે કે તે ધાર્મિક સ્થાનો અને શિક્ષણ સંસ્થાનોને પણ ટારગેટ કરી શકે છે.

તાજમહેલને ઉડાવી દેવા આતંકી સંગઠન આઇએસની ધમકી, ટ્વિટ કરી જણાવ્યો એટેક પ્લાન

આગરા પોલીસે જણાવ્યું કે, માઇક્રો બ્લોગિંગ સાઇટ પર ધમકીવાળી ટ્વિટનો મામલો સામે આવ્યો છે. જેને પગલે તાજ મહોત્સવમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્ત એજન્સીઓએ આ ધમકીને ગંભીરતાથી લેતાં તપાસમાં જોડાઇ ગઇ છે. હોટલથી લઇને રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળોએ પોલીસે નજર રાખવા આદેશ કર્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર