પ્રેમલગ્ન કર્યા પછી પત્નીના ઘરે છરો લઈને પહોંચ્યો મારવા,જાણો શું છે કારણ

Apr 24, 2017 02:47 PM IST | Updated on: Apr 24, 2017 07:16 PM IST

અમદાવાદઃપતિ-પત્નીની માથાકૂટમાં પતિએ આજે હંગામો કર્યો હતો. આ ઘટના અમદાવાદા ઘાટલોડિયા વિસ્તારની છે. જ્યાં છેલ્લા 3 મહિનાથી ગુમ થયેલા પતિએ પત્નીના ઘરે જઈ હંગામો કરી મુક્યો હતો. અન્ય યુવતિ સાથે અફેર હોવાથી કેટલાક સમયથી તે ગુમ હતો.પ્રિયંકા ચૌધરી અને રાકેશ પટેલે 2014માં પ્રેમલગ્ન કર્યા હતા.રાકેશ અમદાવાદમાં અરેબિયન નાઈટ્સ નામનો હુક્કાબાર ચલાવતો હતો.

gatlodia

પ્રેમલગ્ન કર્યા પછી પત્નીના ઘરે છરો લઈને પહોંચ્યો મારવા,જાણો શું છે કારણ

અન્ય યુવતિને પત્ની બોલતા વહેલી સવારે પતિએ  હંગામો કર્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.વહેલી સવારે પતિએ ફ્લેટમાં હંગામો કર્યો હતો. પત્નીએ પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.પતિના અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટ્યા બાદ યુવતીને ઠપકો આપનાર પત્નીના ઘરે પહોંચીને યુવકે ધમાલ મચાવી છે. સત્તાધાર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ત્રણ મહિનાથી ગુમ પતિના અન્ય યુવતી સાથેના સંબંધોની જાણ પત્નીને સોશિયલ મીડિયા દ્વારા થઇ હતી.

પતિના અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટ્યા બાદ યુવતીને ઠપકો આપનાર પત્નીના ઘરે પહોંચીને યુવકે ધમાલ મચાવી હોવાની ઘટના બની છે. ઘાટલોડિયા  વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ત્રણ મહિનાથી ગુમ પતિના અન્ય યુવતી સાથેના સંબંધોની જાણ પત્નીને ફેસબુક મારફતે થઈ હતી. આ મુદ્દે રોષે ભરાયેલો પતિ  રાકેશ પટેલ વહેલી સવારે છરો  લઈને પત્નીના ઘર સામે પહોંચી ગયો હતો અને બુમાબુમ કરી મૂકી હતી. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પતિ રાકેશ એ છરા વડે પત્ની ના પરિવારને મારવાની કોશિશ પણ કરી હતી .પરંતુ ફ્લેટ ના રહીશો આવી જતા રાકેશ ભાગી ગયો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર