બાબરી મસ્જિદ કેસઃસ્પેશ્યલ કોર્ટે અડવાણી સહિત 12 આરોપીઓને આપ્યા જામીન

May 30, 2017 01:39 PM IST | Updated on: May 30, 2017 01:39 PM IST

બાબરી મસ્જિદ ધ્વંસ મામલે આજે અડવાણી સહિત તમામ 12 આરોપીઓને જામીન મળ્યા છે. સીબીઆઇ કોર્ટે તમામ12 આરોપીઓને જામીન આપ્યા છે.તમામ આરોપીઓએ પોતાના પરના આરોપ ફગાવવા માંગ કરી છે. આ અંગે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.અડવાણી,ઉમા ભારતી,મુરલી મનોહર જોશીને 50 હજારના જાત મુચળકા પર જામીન મળ્યા છે.

નોધનીય છે કે, અયોધ્યામાં વિવાદિત ઢાંચો તોડી પાડવા મામલે સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી,ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, વિજય કટિયાર, સાધ્વી ઋતુભરા અને વિષ્ણુ હરિ ડાલમિયાને કોર્ટમાં હાજર રહેવા કહ્યુ હતું. કલ્યાણસિંહને રાજ્યપાલ રહેવા સુધી છુટી મળી છે.

બાબરી મસ્જિદ કેસઃસ્પેશ્યલ કોર્ટે અડવાણી સહિત 12 આરોપીઓને આપ્યા જામીન

અડવાણી કોર્ટમાં હાજર થવા લખનઉ પહોચ્યા હતા સાથે અન્ય આરોપીઓ પણ લખનઉ પહોચ્યા હતા.વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં અડવાણી રોકાયા  તેમને મળવા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગેસ્ટ હાઉસ પહોચ્યા હતા.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર