ટેલીવુડ અભિનેત્રીનું વડોદરામાં શાહરૂખના સમર્થનમાં વિવાદિત નિવેદન

Jan 24, 2017 04:36 PM IST | Updated on: Jan 24, 2017 04:36 PM IST

વડોદરાઃરઈસ ફિલ્મના પ્રમોશન માટે ગઇકાલે સાંજે અગસ્ત ક્રાંતિ ટ્રેનમાં વડોદરા રેલવે સ્ટેશન પર આવેલા શાહરૂખ ખાનને જોવા આવેલા તેમના એક ચાહકનું મોત નિપજતા સમગ્ર વડોદરામાં ગમગીની છવાઈ છે.ત્યારે અભિનેત્રી રસમી દેસાઈ અને તેમની ટીમ આજે વડોદરામાં પોતાની આગામી ફિલ્મ સુપરસ્ટારનું પ્રમોશન કરવા આવી છે.

અભિનેત્રી રસમી દેસાઈએ મીડીયા સાથેના વાતચીતમાં શાહરૂખ ખાનના ચાહકના મોત અને પ્રમોશન સ્ટ્રેટેજી મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.અભિનેત્રી રસમી દેસાઈએ કહ્યું કે શાહરૂખ સુપરસ્ટાર છે એ કોઈ રેલવે સ્ટેશન પર ડાન્સ થોડી કરતા હતા.તેમજ શાહરૂખ ખાને થોડી ચાહકની હત્યા કરી છે.ચાહકનું અકસ્માતમાં મોત નિપજયું છે.

ટેલીવુડ અભિનેત્રીનું વડોદરામાં શાહરૂખના સમર્થનમાં વિવાદિત નિવેદન

મહત્વની વાત છે કે ટેલીવુડ અભિનેત્રી રસમી દેસાઈએ ફિલ્મના પ્રમોશન માટે જાહેર ટ્રાસપોર્ટ જેવા સ્થળોનો ઉપયોગ કરવાનું સમર્થન કર્યું હતું.ત્યારે હવે અભિનેત્રી રસમી દેસાઈના નિવેદનથી વિવાદનો મંધપુડો છંછેડાવાની શકયતાઓ રહેલી છે.

 

સુચવેલા સમાચાર