સેનેટ ચૂંટણીમાં વિલંબ કરાતા ABVPએ કુલપતિનું બેસણું કર્યું

Jan 30, 2017 08:55 PM IST | Updated on: Jan 30, 2017 08:55 PM IST

અમદાવાદઃગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડે ફરીથી કુલપતિ સામે ફરી એક વાર આશ્ચર્યજનક અને આંચકાજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે શનિવારે કુલપતિની નનામીનો કાર્યક્રમ આપ્યા બાદ આજે સોમવારે એબીવીપીના વિદ્યાર્થીઓ અને નેતાઓએ સ્વર્ગસ્થ કુલપતિનો પ્રતિકાત્મક બેસણાનો કાર્યક્રમ આપીને યુનિ, સત્તાવાળાઓને આંચકો આપ્યો હતો.નોંધનીય છે કે છેલ્લા એક પખવાડિયાથી સેનેટની ચુંટણી સમયસર ન યોજવાના મુદ્દે એબીવીપી વડે અનેક વિરોધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.

સેનેટ ચૂંટણીમાં વિલંબ કરાતા ABVPએ કુલપતિનું બેસણું કર્યું

સુચવેલા સમાચાર