જસ્ટિસની ચેમ્બરમાં 18 વર્ષિય યુવતીએ કહ્યુ, પ્રેમની નિશાની રાખવાની ઇચ્છા છે

Feb 15, 2017 07:11 PM IST | Updated on: Feb 15, 2017 07:11 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં ગર્ભપાતની મંજૂરી માટે અરજી થઇ હતી. ખેડા જિલ્લાના એક ગામનાની 18 વર્ષની યુવતિને પ્રેમીથી ગર્ભ રહી ગયો હતો. ત્યારે ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે જસ્ટિસની ચેમ્બરમાં પ્રેમની નીશાની રાખવાની ઇચ્છા વ્યક્ત કરતા સૌ કોઇ વિચારતા થઇ ગયા હતા.

ત્યારે પિટિશન કરતાની વિરુદ્ધની હકીકત સામે આવતા જ હાઇકોર્ટ દ્વારા આરોપીને કોર્ટમાં હાજર રાખવા આદેશ કરવામાં આવ્યો હતો.

જસ્ટિસની ચેમ્બરમાં 18 વર્ષિય યુવતીએ કહ્યુ, પ્રેમની નિશાની રાખવાની ઇચ્છા છે

માતાએ 18વર્ષની દિકરી ગર્ભવતી બનતા અજાણ્યા યુવક સામે ફરિયાદ નોધાવી હતી. અને દિકરીને રહી ગયેલો 27 અઠવાડિયાનો ગર્ભપાત કરવા માટે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. ત્યારે દિકરીની ઉમર પુરતી ન હોવાથી બાળકનો ઉછેર નહી કરી શકે તેવું કારણ આગળ ધરાયું હતું. પરંતુ હાઇકોર્ટે મેડીકલ કરાવ્યુ હતું જેમાં સિવિલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હાઇકોર્ટમાં હાજર થઇ યુવતિના ગર્ભમાં બાળક સ્વસ્થ હોવાનો રિપોર્ટ કર્યો હતો.

ત્યારે બીજી તરફ જસ્ટિસ જે.બી.પારડીવાલાની ચેમ્બરમાં વકીલોની હાજરીમાં આ યુવતીએ પ્રેમીની નિશાની રાખવાની ઇચ્છા જતાવતા સૌ કોઇ વિચારતા થઇ ગયા હતા.આ કેસમાં હાઇકોર્ટ સમક્ષ આરોપીને રજુ કરવા જસ્ટિસ પારડીવાલાએ આણંદ જેલ સત્તાવાળાઓને આદેશ કર્યો હતો.

ભોગ બનનાર લગ્ન સમારંભમાં આરોપી સાથે સંપર્કમાં આવ્યા હતા અને દરેક અન્ય માટે એક રુચિ પણ ધ્યાનપાત્ર વિકસાવી છે. તેઓ ભાગી અને છોકરી માતા પછી પોલીસ સ્ટેશન ગુમ ફરિયાદ નોંધાવી હતી. બંને છોકરો અને છોકરી ત્યારબાદ શોધી હતી અને ધરપકડ કરી હતી પરંતુ તેઓ પછી ઘનિષ્ઠ સંબંધો વિકસાવી હતી. રસપ્રદ રીતે આ છોકરી 17-વર્ષ અને આઠ મહિનાની હતી ત્યારે તે ગર્ભવતી મળી હતી. જે ટેકનિકલી આરોપીઓ સામે બળાત્કાર કેસ માટે બનાવે છે.

પછી નીચલી અદાલતે અગાઉ આ યુવતિના ગર્ભપાતની મંજૂરી ન આપતા હાઇકોર્ટમાં પિટિસન કરવામાં આવી હતી. ત્યારે વકીલોની હાજરીમાં ચેમ્બરમાં જસ્ટિસ જે.બી.પારડીવાલાએ છોકરી સાથે વાત કરી હતી.છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ હેઠળ પ્રેમી જ્યુડિશિયલ કસ્ટડીમાં હાલમાં છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર