પંજાબમાં સત્તા ન મળી, હવે આપની ગુજરાત પર નજર,ભાજપ અંગે શું કહ્યુ જાણો

Mar 15, 2017 04:54 PM IST | Updated on: Mar 15, 2017 04:54 PM IST

અમદાવાદઃ દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીના દિલ્હીના કદાવર નેતા ગોપાલ રાય આજથી ગુજરાતની મુલાકાતે છે.પંજાબમાં સત્તાના સપના ચકનાચુર બની ગયા બાદ હવે આપ ગુજરાતમા ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે.

ત્યારે આજે રાજ્યની કોર કમિટીની બેઠકનુ આયોજન કરાયુ છે. જેમા રાજ્યની સમીક્ષા તેમજ આગામી સમયનુ પ્લાનીગ કરવામા આવશે. પત્રકાર પરિષદમા આપ નેતા ગોપાલરાયે જણાવ્યુ હતુ કે જો ગુજરાતમા વહેલી ચૂંટણી યોજાશે તો માનવુ કે આપના ડરની આ નિર્ણય ભાજપે લીધો છે. સાથે ગુજરાત વર્ષ 2017ની ચૂંટણીમાં આપ 182 સીટ પર પોતના ઉમેદવાર ઉભા કરશે. તેમજ ઇવીએ ના બદલે બેલેટ પેપર વોટિંગની માંગણી કરાશે.

પંજાબમાં સત્તા ન મળી, હવે આપની ગુજરાત પર નજર,ભાજપ અંગે શું કહ્યુ જાણો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર