ગુજરાતની 182 બેઠક પર આમ આદમી પાર્ટી ચુંટણી લડશે

Mar 06, 2017 02:41 PM IST | Updated on: Mar 06, 2017 02:41 PM IST

રાજકોટઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ વખતે ગુજરાતના સમીકરણો જોતા આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. મોઘવારી, અનામત તેમ જ દલિતો પર અત્યાચારના મુદ્દે ભાજપ સરકાર ઘેરાયેલી છે. ત્યારે આ નારાજ મતદારોના સહારે જીતના સપના કોંગ્રેસની સાથે સાથે હવે આમ આદમી પાર્ટી પણ જોઇ રહી છે.

આગામી ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ગુજરતના રાજકારણમાં પણ ગરમાવો આવી રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત હવે આમ આદમી પાર્ટી પણ જંપલાવશે.

ગુજરાતની 182 બેઠક પર આમ આદમી પાર્ટી ચુંટણી લડશે

આમ આદમી પાર્ટી આવનારી ચુંટણીમાં રાજ્યની દરેક બેઠક પર પોતાન ઉમેદવાર ઉભા રાખશે અને ચુંટણી લડશે. આગામી રણનીતિ અને કાર્યકાર્મો નક્કી કરવા રવિવારે રાજકોટમાં આપની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં દિલ્લીના નેતા ગોપાલરાય હાજર રહ્યા હતા અને આગામી કાર્યકમો તથા રણનીતિ અંગે ચર્ચાઓ કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર