જાયરાના સમર્થનમાં આમિરખાન, કહ્યું-નાની બાળકી છે એને એકલી છોડી દો

Jan 17, 2017 04:03 PM IST | Updated on: Jan 17, 2017 04:03 PM IST

નવી દિલ્હી #દંગલ ફિલ્મમાં ગીતા ફોગાટનું પાત્ર નિભાવનાર જાયરા વસીમના સમર્થનમાં આમિર ખાન પણ મેદાનમાં આવ્યા છે. જાયરાને સોશિયલ મીડિયા પર મળી રહેલી ધમકી બાદ આમિરખાન એના સમર્થનમાં આવ્યા છે.

આમિરખાને કહ્યું કે, જાયરાને હાલમાં એકલી છોડી દો. તે માત્ર 16 વર્ષની માસુમ બાળકી છે. તેણીને આ રીતે પરેશાન કરવી યોગ્ય નથી. અહીં નોંધનિય છે કે, જાયરાએ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગથી પરેશાન થઇને પોતાના કામ માટે માફી માંગી છે.

જાયરાના સમર્થનમાં આમિરખાન, કહ્યું-નાની બાળકી છે એને એકલી છોડી દો

જાયરા જમ્મુ કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તીને મળ્યા બાદ જ ટ્રોલિંગનો શિકાર બની છે. એવી ધારણા છે કે, મહેબૂબા મુફ્તીને મળ્યા બાદ એક જુથ એનાથી નારાજ છે અને એ જ કારણે જાયરાએ માફી પણ માંગી છે.

જોકે માફી માંગ્યાના ત્રણ કલાક બાદ જાયરાએ સોશિયલ મીડિયાથી માફીનામાની પોતાની પોસ્ટ વિવાદ વધ્યા બાદ હટાવી લીધી હતી. હવે આ વિવાદમાં ફિલ્મ દંગલમાં જાયરાના પિતા બનેલ આમિરખાન પણ એના સમર્થનમાં ઉતરી આવ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર