ઇવીએમ વિવાદ: એમસીડી ચૂંટણી બેલેટ પેપરથી કરાવવા કેજરીવાલે મુખ્ય સચિવને કરી રજુઆત

Mar 14, 2017 02:10 PM IST | Updated on: Mar 14, 2017 02:10 PM IST

નવી દિલ્હી #ઇવીએમ મશીનમાં ચેડા થવાની શક્યતાને પગલે આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે દિલ્હી એમસીડી ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવે. આપની આ માંગણીને પગલે દિલ્હી સરકારે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. સુત્રોના અનુસાર સીએમ અરવિંદ કેજરીવાલે મુખ્ય સચિવને આ મામલે લેખિતમાં રજુઆત પણ કરી છે.

આમ આદમી પાર્ટીના સિનિયર નેતા સંજયસિંહે ન્યૂઝ18 સાથે આ મામલે વાત કરતાં કહ્યું કે, દિલ્હી એમસીડી ચૂંટણી બેલેટ પેપર મારફતે કરવામાં આવે. તેમણે કહ્યું કે, યૂપીમાં પણ નગરપાલિકા અને નગર પંચાયતની ચૂંટણી બેલેટ પેપર દ્વારા જ થાય છે.

ઇવીએમ વિવાદ: એમસીડી ચૂંટણી બેલેટ પેપરથી કરાવવા કેજરીવાલે મુખ્ય સચિવને કરી રજુઆત

સંજયસિંહે કહ્યું કે, પંજાબ ચૂંટણી જીતનાર કોંગ્રેસને પણ ઇવીએમને લઇને આશંકા છે. બસપાએ પણ શંકા વ્યક્ત કરી છે અને બીજી અન્ય પાર્ટીઓને પણ શંકા છે. તેમણે કહ્યું કે, ભાજપ જ્યારે વિપક્ષમાં હતું ત્યારે એના નેતા અને સમર્થકો પણ ઇવીએમને લઇને સવાલ ઉઠાવતા હતા તો એવામાં બેલેટ પેપરથી ચૂંટણી કરાવવામાં વાંધો શું છે?

આપ નેતાની આ માંગણીને દિલ્હી સરકાર સત્વરે ચૂંટણી પંચ અન ઉપ રાજ્યપાલ સુધી પહોંચાડશે. દિલ્હી સરકારના મુખ્ય સચિવને તો પત્ર દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર