હવે જો આધાર કાર્ડ નહીં હોય તો ફ્લાઇટની ટિકિટ પણ નહીં થાય

Apr 10, 2017 12:18 PM IST | Updated on: Apr 10, 2017 12:18 PM IST

નવી દિલ્હી #એરલાઇન્સના કર્મચારીઓ સાથે અભદ્ર વ્યવહાર કરનારા પેસેન્જર્સ પર કાબુ મેળવવા માટે સરકાર હવે સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટના બુકિંગ માટે આધાર નંબર કે પાસપોર્ટને ફરજિયાત કરવા જઇ રહી છે.

જાણવા મળ્યા મુજબ આગામી બે ત્રણ મહિનાની અંદર સ્થાનિક હવાઇ મુસાફરી દરમિયાન પણ આધાર કાર્ડ બતાવવું ફરજીયાત થઇ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર એરલાઇન્સ કર્મચારીઓ સાથે વધતી અભદ્રતાની ઘટનાઓને જોતાં મુસાફરોને ઓળખપત્ર જરૂરી બનાવાયું છે. મંત્રાલય સત્વરે નો ફ્લાઇટ યાદી પણ તૈયાર કરશે જેમાં ચાર પ્રકારના અપરાધ અંગે કાર્યવાહી થશે.

હવે જો આધાર કાર્ડ નહીં હોય તો ફ્લાઇટની ટિકિટ પણ નહીં થાય

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ આર એન ચૌબેએ પ્રેસ ટ્રસ્ટને કહ્યું કે, ડીજીસીએ આ સપ્તાહે નાગરિક ઉડ્ડયન આવશ્યકતા(સીએઆર) મુદ્દે કામ શરૂ કરશે. મંત્રાલયે ડીજીસીએ તમામ મામલે વિચાર વિમર્શ કરી આગામી સપ્તાહ સુધી સીએઆર અંગે મુસદ્દો તૈયાર કરશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર