આધાર કાર્ડ નહીં આપો તો મોબાઇલ બંધ થઇ જશે, ક્યાં જરૂરી છે આધાર કાર્ડ: જાણો

Mar 27, 2017 02:49 PM IST | Updated on: Mar 27, 2017 02:49 PM IST

નવી દિલ્હી #આધાર કાર્ડને લઇને સુપ્રીમ કોર્ટે અગત્યની સ્પષ્ટતા કરી છે. આધાર કાર્ડ ક્યાં જરૂરી છે અને કયાં નથી એ મામલે સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે કે, સહાયની યોજનાઓમાં આધાર કાર્ડ ફરજીયાત કરી શકાય નહી, બેંક એકાઉન્ટ, રિટર્ન સહિતમાં આધારને અનિવાર્ય કરી શકાય. ઉપરાંત મોબાઇલ માટે આધાર કાર્ડને ફરજીયાત બનાવાયું છે અને એક વર્ષની સમય મર્યાદામાં મોબાઇલ ધારકોએ આધાર કાર્ડ કેવાયસી તરીકે જોડવાનું રહેશે, નહીં તો મોબાઇલ બંધ થઇ જશે.

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, સમાજ કલ્યાણ યોજનાઓ અંતર્ગત લાભ લેવા માટે આધાર કાર્ડ અનિવાર્ય નથી. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જગદીશ સિંહ કેહર, ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની સભ્યતાવાળી ખંડપીઠે આ ફેંસલો આપ્યો છે.

આધાર કાર્ડ નહીં આપો તો મોબાઇલ બંધ થઇ જશે, ક્યાં જરૂરી છે આધાર કાર્ડ: જાણો

વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને સરકાર દ્વારા જાહેર કરાયેલ વિવિધ આદેશોને પડકાર્યા હતા. જેમાં એમણે વિવિધ યોજનાઓ અંતગર્ત લાભ લેવા માટે આધાર કાર્ડને અનિવાર્ય ગણાવાયું હતું.

કોર્ટે કહ્યું કે, આધારને લઇને અમારો અગાઉનો આદેશ અપડેટ હતો. સાથોસાથ કોર્ટે આધાર સંબંધી અરજી પર તુરંત સુનાવણીથી ઇન્કાર કર્યો, આ મામલે સમય પર સુનાવણી કરવામાં આવશે. કોર્ટે એ પણ કહ્યું કે, સરકારને 12 આંકડાના આ ઓળખ પત્રને વિવિધ યોજનાઓમાં અનિવાર્ય કરતાં અટકાવી ન શકાય.

સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ જેએસ ખેહરે કહ્યું કે, આધાર કાર્ડ જનહિતની યોજનાઓ માટે અનિવાર્ય નથી. પરંતુ બિન લાભખારી વિવિધ યોજનાઓ જેવી કે બેંકમાં ખાતું ખોલાવવું કે ટેક્સ રિટર્ન ભરવા સહિતની યોજનાઓમાં એનો ઉપયોગ કરી શકાય છે.

અહીં નોંધનિય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ એક ડઝન કરતાં પણ યોજનાઓમાં આધાર કાર્ડને અનિવાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં મીડ ડે મીલ યોજનાનો પણ સમાવેશ થાય છે. પરંતુ બાદમાં આ યોજનામાં છુટછાટ આપવામાં આવી હતી.

ક્યાં જરૂરી રહેશે આધાર કાર્ડ?

#જો તમારા મોબાઇલ નંબર સાથે આધાર કાર્ડને જોડવામાં નથી આવ્યું તો, તમારો મોબાઇલ બંધ થઇ જશે. એક વર્ષની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરાશે.

#સરકારના નવા ફરમાન મુજબ તમામ મોબાઇલ ધારકોનું વેરિફિકેશન કરવામાં આવશે જેમાં આધાર કાર્ડને પાયાનો દસ્તાવેજ ગણી કેવાયસી કરાશે.

#તમામ સર્વિસ પ્રોવાઇડરોએ જાહેરાત અને એસએમએસ દ્વારા મોબાઇલ ધારકોને આઅંગે જાણકારી આપવાની રહેશે અને આગામી 6 ફેબ્રુઆરી 2018 સુધી આ કામગીરી પુરી કરવાની રહેશે.

#ટેલીકોમ વિભાગે આ મામલે યૂઆઇડીએઆઇ, ટ્રાઇ અને ટેલીકોમ કંપનીઓ સાથે આ મામલે બેઠક પણ કરી છે. સુપ્રીમ કોર્ટે 6 ફેબ્રુઆરીના રોજ આપેલા નિર્દેશ અનુસારા આ આદેશ કરાયો છે. અહીં નોંધનિય છે કે, ટેલીકોમ કંપનીઓએ દર સપ્તાહે ગ્રાહકોની વેરિફિકેશન ડિટેઇલ આપવાની રહેશે.

#પહેલા કંપનીઓ વેરિફિકેશન કોડ જોશે અને ઇ-વેરિફિકેશનની પ્રક્રિયા અંતર્ગત મોબાઇલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલાશે.

#ઇ-કેવાયસી માટે અલગથી એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે અને એપ્લિકેશન ફોર્મમાં આધાર ઉપરાંત ડિટેઇલ આપવાની રહેશે. ઇ-કેવાયસી બાદ સબસ્ક્રાઇબર ડાટાબેસમાં અપડેટ કરવાનો રહેશે. એકથી વધુ મોબાઇલ નંબર હોય તો બીજી વખતે વેરિફિકેશન કરવાનું રહેશે.

સુચવેલા સમાચાર