ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,45 કિમી લાંબી શોભાયાત્રા વિશ્વમાં છવાઈ

Jan 17, 2017 04:05 PM IST | Updated on: Jan 17, 2017 04:05 PM IST

રાજકોટઃકાગવડમાં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. પ્રથમ રથનું ખોડલધામ ખાતે આગમન થયું છે. નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ખોડલધામ પહોચ્યા છે.45 કિમી લાંબી શોભાયાત્રા વિશ્વમાં છવાઈ છે.

kagvad007

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ,45 કિમી લાંબી શોભાયાત્રા વિશ્વમાં છવાઈ

રાજકોટના રેસકોર્સ મેદાનથી શોભાયાત્રા નીકળી હતી.ખોડલધામની શોભાયાત્રાએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 45 કિમી સુધી લાંબી શોભાયાત્રામાં મોટીસંખ્યામાં વાહનો જોડાયા હતા.શોભાયાત્રાને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.7000 બાઈક, 4000 કારના કાફલા સાથે શોભાયાત્રા યોજાઈ હતી.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 21 જાન્યુઆરી સુધી ચાલશે.

થોડીવારમાં ગોલ્ડન બૂક દ્વારા એવોર્ડ એનાયત કરાશે.ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ એવોર્ડ સ્વીકારશે.ખોડલધામના પ્રારંભ કાર્યક્રમમાં નરેશ પટેલે કહ્યુ હતું કે,'શોભાયાત્રામાં જે દ્રશ્યો સર્જાયા છે તે ઇતિહાસ રચે તેવા છે.

સવારે ખોડલધામની શોભાયાત્રા ગોંડલ ચોકડીથી રવાના થઇ હતી. વેરાવળ,સાપરમાં ખોડલધામની રથયાત્રાનું સ્વાગતકરાયું હતું. સ્વાગત અર્થે મોટી સંખ્યામાં પાટીદારો ગોઠવાયા હતા. ખોડલધામના રથ પર પુષ્પવૃષ્ટી કરાઇ હતી.

યજ્ઞશાળામાં 1008 કુંડ તૈયાર કરાયા છે.યજ્ઞશાળાની આસપાસ ડેકોરેશન કરાયું છે.શણગારેલી મટુકી અને રંગોળી બનાવાઈ છે. હવનકુંડ માટે 44 જેટલા ગાળા બનાવવામાં આવી છે.એક ગાળા વચ્ચે 9 બાય 9 ફૂટનું અંતર છે.1008 કુંડમાં યજમાનો આહુતિ આપશે.21 જેટલા મુખ્ય હવનકુંડ ગોળાકારમાં બનાવાયા છે.મુખ્ય યજમાનો ત્રણ દિવસ સુધી હવન કરશે.

યજ્ઞશાળામાં બનાવાયેલા 1008 કુંડની વિશેષતા

15 હજાર બેલા, 50 હજાર ઈંટનો ઉપયોગ

12 હજાર ટ્રેક્ટર ગોર મટુ, 50 ડમ્પર લીંપણની માટી

100 ડમ્પર લાલ માટી, 100 ડમ્પર રેતીનો કાપ

5 ટ્રેક્ટર છાણનો ઉપયોગ

સુચવેલા સમાચાર