દક્ષિણ આફ્રિકામાં માર્ગ અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત

Jan 04, 2017 07:20 PM IST | Updated on: Jan 04, 2017 07:48 PM IST

ભરૂચઃદક્ષિણ આફ્રિકાના ડર્બન-જોહાનિસબર્ગમાં માર્ગ અકસ્માતે 4 ગુજરાતી યુવકોનો ભોગ લીધો છે.ડર્બન-જોહાનિસબર્ગ મોટર-વે પર ઓવરટેક કરવા જતા ગુજરાતીઓની કારને અકસ્માત નડયો હતો. જેમાં ભરૂચના 3 અને નડિયાદના એક યુવાનનું મોત થયું છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો.

મૃતકના નામ

- સરવર ખાન - ઉ.વ. 38 (ભરૂચ)

- મોહસીન પટેલ - ઉ.વ.34  (ભરૂચ)

- યાસીન પટેલ - ઉ.વ.37 (ભરૂચ)

-જીજ્ઞેશ પટેલ ઉ.વ.36 (નડિયાદ)

સુચવેલા સમાચાર