ગુજરાત ATSએ રવિ પૂજારીના 3 શાર્પ શૂટરની કરી ધરપકડ

Jan 18, 2017 12:28 PM IST | Updated on: Jan 18, 2017 01:44 PM IST

અમદાવાદઃબોરસદમાં કોર્પોરેટર પર હુમલામાં અંડરવર્લ્ડનું કનેક્શન સામે આવ્યું છે.રવિ પૂજારીના કહેવાથી અંડરવર્લ્ડના લોકોએ ગોળી મારી હતી.રવિ પૂજારીએ અમિત ચાવડાને પણ ધમકી આપી હતી.

ગુજરાત ATSએ રવિ પૂજારીના 3 શાર્પ શૂટરની ધરપકડ કરી છે. ગુજરાત અને મુંબઈમાંથી શાર્પશૂટરની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય શાર્પ શૂટર તમિલનાડુનો રહેવાસી છે. મુંબઈથી હત્યા કરવા માટે બોરસદ આવ્યો હતો.ઘનશ્યામગીરી, સુરેશ પિલ્લઈ અને શબ્બીરની ધરપકડ કરાઇ છે.

ગુજરાત ATSએ રવિ પૂજારીના 3 શાર્પ શૂટરની કરી ધરપકડ

નોધનીય છે કે,તાજેતરમાં જ આંકલાવના ધારાસભ્યને કુખ્યાત ગેગસ્ટર રવિ પૂજારીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે.રાજકીય નિવેદનો તેમજ બોરસદ ફાયરિંગ પ્રક્રરણથી દૂર રહેવા ધમકી આપી છે. ધારાસભ્યએ બોરસદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ઝીરો એફઆઈઆરથી ફરિયાદ નોંધી ગાંધીનગર સેક્ટર સાત પોલીસ મથકમાં એફઆરઆઇ ટ્રાન્સફર કરી છે.

ગુજરાત ATSએ રવિ પૂજારીના 3 શાર્પ શૂટરની કરી ધરપકડ

સુરેશ અન્ના, શ્યામગીરી અને ચંદ્રેશ વોન્ટેડ

વોન્ટેડ ચંદ્રેશ વિદેશ ભાગી ગયો

સુરેશ પિલ્લઈ અગાઉ ક્રાઈમબ્રાન્ચના હાથે પકડાયો હતો

શબ્બીર મહેસાણાના કેસમાં પકડાઈ ચૂક્યો છે

વોન્ટેડ શ્યામગીરી પૂર્વ કોર્પોરેટરની હત્યા કેસમાં પકડાયો હતો

સુરેશ અન્ના અને સુરેશ પિલ્લઈની જેલમાં થઈ હતી મુલાકાત

સુરેશ અન્નાએ રવિ પૂજારી સાથે સુરેશ પિલ્લઈની કરાવી હતી મુલાકાત

રવિ પૂજારી સુરેશ પિલ્લઈને હવાલા દ્વારા મોકલતો હતો રૂપિયા

રવિ પૂજારીએ સુરેશ પિલ્લઈને ફોન કરીને જણાવ્યું હતું

'પ્રજ્ઞેશ પર થયેલો હુમલો મારી ઉપર લઈ લઉ છું'

પોલીસ હવાલાકાંડ અને રવિ પૂજારીની ભૂમિકા અંગે તપાસ કરશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર