2002 રમખાણોઃબિલકિસ બાનો કેસમાં 6 પોલીસકર્મીઓએ પુરાવાનો નાશ કર્યો હતો,દોષિત

May 04, 2017 12:31 PM IST | Updated on: May 04, 2017 12:31 PM IST

બિલકિસ બાનો કેસમાં બોમ્બે હાઇકોર્ટે ગુરુવારે ચુકાદો આપતા 6 પોલીસકર્મીઓને સબુતનો નાશ કરવા મામલે દોષી માન્યા છે. આ મામલે 11 દોષિયોની આજીવન કેદની સજા યથાવત રખાઇ છે. જો કે તેમને ફાંસી આપવાની માગને ફગાવાઇ છે.

નોધનીય છે કે, ત્રણ માર્ચ 2002માં ગુજરાતના દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ગામમાં ગોધરા ટ્રેન સળગાવ્યા પછી રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારે બિલકિસ બાનો સહિત 17 લોકો પર ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં બિલકિસના પરિવારના છ લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે છ લોકો લાપતા બન્યા હતા. જે પછી બિલકિસ પરિવારના બે સદસ્ય હુસૈન અને સદામ સાથે ન્યાય માટે લડત લડી રહી છે.

2002 રમખાણોઃબિલકિસ બાનો કેસમાં 6 પોલીસકર્મીઓએ પુરાવાનો નાશ કર્યો હતો,દોષિત

વર્ષ 2008માં મુંબઇની સ્પેશ્યલ કોર્ટએ આ મામલે જસવંત નાઇ, ગોવિંદ નાઇ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોષી, કેશરભાઇ વાણિયા, પ્રદીપ મોરધીયા અને બકાભાઇ વાણિયાને આજીવન કેદની સજા ફટકારી હતી.

 11 દોષિતોએ કરેલી અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી છે. બોમ્બે હાઈકોર્ટે નિચલી કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો છે.11 દોષિતોની આજીવન કેદની સજા યથાવત્ રખાઇ છે.નીચલી કોર્ટે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી.પૂરાવાનો નાશ કરવાના આરોપમાં 6 પોલીસકર્મી દોષિત સાબિત થયા છે.2002 રમખાણો દરમિયાન 11 લોકો પર ગેંગરેપ-હત્યાનો આરોપ છે.

સુચવેલા સમાચાર