બોર્ડની ધો.12ની પરીક્ષામાં ફેરફાર,29મીના પેપર હવે 28મીએ લેવાશે

Mar 21, 2017 06:08 PM IST | Updated on: Mar 21, 2017 06:08 PM IST

અમદાવાદઃધો 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ફેરફાર કરાયો છે.29મીએ લેવાનારી પરીક્ષા 28મીએ લેવાશે.સંસ્કૃત,ફારસી, અરબી અને પ્રાકૃતની ભાષાના વિષયમાં ફેરફાર કરાયો છે. આ વિષયના પેપર હવે 28મી માર્ચના દિવસે લેવાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ૨૯ મી માર્ચના રોજ લેવાનાર ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વ્યવસાયલક્ષી પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ૨૯ મી માર્ચના રોજ રાજ્યસરકાર દ્વારા ચેટીચાંદની રાજા જાહેર કરતા પરીક્ષમા ફેરફાર કરવામાં આવ્યા છે.ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ  સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત ભાષાઓ અને ધોરણ ૧૨ ની વ્યવસાયલક્ષી પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

બોર્ડની ધો.12ની પરીક્ષામાં ફેરફાર,29મીના પેપર હવે 28મીએ લેવાશે

અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ પરીક્ષાઓમાં અગાઉ પણ ૧૩ તારીખે  ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં ૨૮માર્ચની પરીક્ષાઓ ૨૯માર્ચ ની કરવામાં આવી હતી ત્યારે હવે ફરી ફેરફાર કરીને ૨૮ મી લેવામાં આવશે. એક જ પરીક્ષામાં ૨ વખત  ફેરફાર કરતા વિદ્યાર્થીઓમાં પણ ગૂંચવાનો ઉભી થાય છે.

 

નોધનીય છે કે, ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે ગઇકાલે ધોરણ ૧૨ સામાન્યપ્રવાહ માં અર્થશાસ્ત્ર અને વિજ્ઞાનપ્રવાહ માં ગણિતનું પેપર હતું બંને પેપર એકંદરે સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.  પરંતુ અર્થશાસ્ત્રનું પ્રશ્ન પત્ર લેન્ધી પૂછ્યું હતું. હવે ધોરણના  ૧૦ના વિદ્યાર્થીઓને   બુધવારના રોજ સમાજશાસ્ત્ર નું પેપર છે ત્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કાલે વાણિજ્ય વ્યવહાર અને વિજ્ઞાન પ્રવાહમાં બુધવારે અંગ્રેજી ભાષાનું પેપર છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર