જીતુ વાઘાણીના ગઢમાં ભાજપના ૧૦૦ લોકો કોંગ્રેસમાં જોડાયા

Jan 16, 2017 12:20 PM IST | Updated on: Jan 16, 2017 12:20 PM IST

ભાવનગરઃભાવનગરમાં વિધાનસભાને પગલે રાજકીય હલચલ શરુ થઇ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરુ કરી દેવામાં આવ્યો છે તો ભાવનગરમાં વિધાનસભાની તૈયારીઓનો સળવળાટ શરૂ થઇ ગયો છે. ભાજપના જીતુભાઈ વાઘાણીના ગઢમાં ભાજપમાંથી આશરે ૧૦૦ જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા છે. જો કે કોંગ્રેસમાં જોડાણનો કાર્યક્રમ કુંભારવાડા ખાતે રાખવામાં આવ્યો હતો અને કુંભારવાડામાં રહેતા અને ભાજપના કાર્યકર રહેલા લોકોએ કોંગ્રેસની વિચારધારા અપનાવીને આજે કોંગ્રેસમાં ખેસ પહેરીને જોડાણ કર્યું હતું.

જો કે યુવા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં થયેલા જોડાણને પગલે યુવા કોંગ્રેસ વિધાનસભાની તૈયારી નથી તેમ કહીને હાલ રાજકીય રંગ નહિ આપવા માંગતા હોઈ તેમ જણાવી રહ્યા છે જો કે ૧૦૦ જેટલા લોકોનું જોડાણ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી જે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે તેના મત વિસ્તારમાં કોંગ્રેસ સક્રિય બની છે જે સ્પષ્ટ કરે છે કે વિધાનસભાની તૈયારીઓ નો પ્રારંભ થઇ ચુક્યો છે અને આગામી દિવસોમાં એકમાંથી બીજા પક્ષમાં જોડાવાના કિસ્સાઓ વધુ પ્રકાશમાં આવશે.

જીતુ વાઘાણીના ગઢમાં ભાજપના ૧૦૦ લોકો કોંગ્રેસમાં જોડાયા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર