કોલકત્તા નાઇટ રાઇડર્સની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાત લાયન્સને 10 વિકેટે હરાવ્યું

Apr 07, 2017 11:20 PM IST | Updated on: Apr 07, 2017 11:20 PM IST

રાજકોટ #કોલકત્તા નાઇટ રાઇડર્સે આજે ગુજરાતના આંગણે ગુજરાત લાયન્સને કારમો પરાજય આપ્યો, કેકેઆરની 10 વિકેટે શાનદાર જીત થઇ છે. 184 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં કેકેઆરની ઓપનિંગ જોડીએ જ ધમાકેદાર જીત અપાવી. ગૌતમ ગંભીર 76 રને તો ક્રિસ લીન 93 રને અણનમ રહ્યા.

ગુજરાતમાં રાજકોટ ખાતે આજે રમાયેલી પ્રથમ આઇપીએલ મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે શાનદાર જીત સાથે ચેમ્પિયન બનવાની દાવેદારી નોંધાવી છે. ગુજરાત લાયન્સ તરફથી મળેલા 184 રનનો ટારગેટ માત્ર 14.5 ઓવરમાં જ પુરો કર્યો.

કોલકત્તા નાઇટ રાઇડર્સની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાત લાયન્સને 10 વિકેટે હરાવ્યું

અહીં નોંધનિય છે કે, કેકેઆર કેપ્ટન ગૌતમ ગંભીર અને ક્રિસ લીનની ઓપનિંગ જોડીએ જ ટારગેટ પુરો કર્યો હતો. ગૌતમ ગંભીરે 48 બોલમાં 12 ચોગ્ગા સાથે 76 રન બનાવ્યા તો ક્રિસ લીને 41 બોલમાં 6 ચોગ્ગા અન 8 છગ્ગા સાથે 93 રન બનાવી ટીમને જીતાડી હતી.

ગુજરાત લાયન્સના બોલરો જાણે રીતસરના જુડાયા હતા. એક માત્ર પ્રવિણ કુમારને બાદ કરતાં તમામ બોલરો ધોવાયા હતા અને તમામની રનરેટ 10 કરતાં પણ વધુ રહ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર