ટૂંક સમયમાં તમારા ખીસ્સામાં હશે નવાં રંગો વાળી 100 રૂપિયાની નોટ!

Oct 04, 2017 11:54 AM IST | Updated on: Oct 04, 2017 11:54 AM IST

500-2000 અને 200 રૂપિયાની નોટ બાદ RBI હવે 100 રૂપિયાની નવી નોટ લાવવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો 200 રૂપિયાની નોટનું છાપ કામ પૂર્ણ થયા બાદ આવતા વર્ષે RBI 100 રૂપિયાની નવી નોટ છાપવાનું શરૂ કરશે.

નવાં રંગમાં હશે 100 રૂપિયાની નવી નોટ

ટૂંક સમયમાં તમારા ખીસ્સામાં હશે નવાં રંગો વાળી 100 રૂપિયાની નોટ!

- નવેમ્બર 2016માં થયેલી નોટબંધી બાદ લોકોનાં ખીસ્સામાં રહેનારી તમામ નોટોનાં રંગ, રૂપ અને કદમાં બદલાવ આવી ચુક્યો છે.

- 2000ની નોટ ગુલાબી તો 500ની નોટ લીલા રંગની છે.

-ત્યારે 200ની નોટ નારંગી અને 50ની નોટ ફિરોઝી રંગની આવી છે.

-હવે ટૂંક સમયમાં 100 રૂપિયાની નવી નોટ આવશે તેનો રંગ પણ કઇક હટકે રાખવામાં આવશે.

શું હશે નવું ?

-રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મુજબ વર્ષ 2018માં 200 રૂપિયાની નોટોનું છાપકામ પૂર્ણ થયા બાદ આવતા વર્ષે RBI 100 રૂપિયાની નવી નોટ છાપવાનું શરૂ કરશે.

- આ નોટોનું ડિઝાઇનિંગ પણ નવી સીરીઝની બાકી નોટોની જેમ જ કરવામાં આવશે. પણ તેની સાઇઝ જુની નોટ જેટલી જ હશે.

કેમ લાવવામાં આવે છે 100ની નવી નોટ ?

-નવી નોટ આવતા જ જુની 100 રૂપિયાની નોટો ચલણમાંથી દૂર કરવામાં આવશે. ધીરે ધીરે કરીને તેને હટાવવામાં આવશે. મોટાભાગનાં દેશો સમયાંતરે તેમની કરન્સીની ડિઝાઇનમાં

બદલાવ કરતા જ હોય છે.

-તેનાંથી જમાખોરી અને ટેક્સ બચાવનારા લોકોને સહેલાઇથી પકડી શકાય છે.

માર્કેટમાં ક્યારથી આવશે 200ની નવી નોટો

-નોટબંધી બાદ બજારમાં 2000-500ની નોટ આવી. જે બાદ 200ની નોટ પણ બેંકો આવી છે પણ હજુ સુધી તેનું સર્ક્યુલેશન થયુ નથી. તેમજ આ સર્ક્યુલેશન થતા અન્ય 6 મહિનાનો સમય લાગી જશે.

-જ્યારે લોકોને 2000નાં છુટા પૈસાની સમસ્યા થઇ રહી છે. ત્યારે 200ની નોટ જનતાને ઘણી રાહત આપશે.

સુચવેલા સમાચાર