27 વર્ષ બાદ દિવાળીનાં દિવસે સર્જાયો ખાસ સંયોગ, ઉઠાવી લે જો આ ખાસ મુહૂર્તનો લાભ

Oct 19, 2017 12:42 PM IST | Updated on: Oct 19, 2017 12:42 PM IST

વર્ષનો સૌથી મોટો તહેવાર દીવાળી છે આજે. માતા મહાલક્ષ્મીની વધામણીનો આ દિવસ એમ પણ ખાસ હોય છે ત્યારે આ વર્ષે તો દિવાળીનાં દિવસે ખાસ સંયોગ પણ બની રહ્યો છે વર્ષ 2017ની આ દિવાળીએ 27 વર્ષ બાદ અમાસની તિથિ ગુરુવાર અને ચિત્રા નક્ષત્રમાં આવશે. આ ઉપરાંત ચતુર્ગ્રહી યોગનો સંયોગ 12 વર્ષ બાદ બનશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સંયોગમાં કરેલી ખરીદી ઘરમાં સમૃદ્ધિ લાવે છે. આ વર્ષે દિવાળીના દિવસે જે યોગ સર્જાશે તે હવે વર્ષ 2021માં બનશે.

આજે ગુરુવારે જે દુર્લભ યોગ સર્જાશે તેમાં સોના-ચાંદીના ઘરેણા, વાહન, જમીન લેવી શુભ ગણાશે. દિવાળીના દિવસે એટલે કે આજે ગુરુવારે 7.18 મિનિટ સુધી હસ્ત નક્ષત્ર રહેશે. જે નવા વર્ષ આવતી કાલે એટલે કે 20 ઓક્ટોબર સવારે 8.30 કલાક સુધી રહેશે. આ દિવસે ચાર ગ્રહ એટલે કે સૂર્ય, ચંદ્ર, બુધ અને ગુરુ તુલા રાશિમાં હશે. આ ગ્રહોની સ્થિતી પણ આ દિવસે બદલાશે. પરંતુ તે પહેલાના શુભ મુહૂર્તમાં લક્ષ્મી પૂજન કરવાથી ઘરમાં ધનની આવકના યોગ સર્જાશે.

27 વર્ષ બાદ દિવાળીનાં દિવસે સર્જાયો ખાસ સંયોગ, ઉઠાવી લે જો આ ખાસ મુહૂર્તનો લાભ

દિવાળી પર પ્રદોષકાળનો સમય સાંજે 5.38થી 8.14 સુધી રહેશે. આ સમયે લક્ષ્મી પૂજન કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે.

સુચવેલા સમાચાર