ડોકલામની નજીક હજુ સુધી છે 1000 ચીની સૈનિકોનો કાફલો, બનાવી રહ્યાં છે રસ્તો

Oct 06, 2017 11:15 AM IST | Updated on: Oct 06, 2017 11:15 AM IST

ડોક્લામથી ભારત અને ચીનની સેના હટ્યાનાં પાંચ અઠવાડિયા બાદ ફરી એક વખત ત્યાં તણાવની પરિસ્થિતિ જોવા મળી છે રિપોર્ટ પ્રમાણે ડોક્લામની નજીક 1000 ચીની સૈનિકો હાલમાં પણ હાજર છે. તે અઙીં રસ્તો પહોળો કરવા અને તેને વધુ સરળ બનાવવાનાં પ્રયાસ કરી રહ્યાં છે. આ સિક્કિમ બોર્ડરની વિવિદિત જગ્યાએથી ફક્ત 12 કિલોમિટર દૂર છે.

સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, ડોકલામમાં ચીન તેનાં સૈનિકોની સંખ્યા ધીરે ધીરે વધારી રહ્યું છે. જેનાંથી સ્થિતિ વધુ બગડી શકે છે. ડોક્લામનાં પઠારનાં ચુંબી ઘાટીમાં ચીની સૈનિકોની હાજરીને કારણે તણાવ વધ્યો હોવાનાં સંકેત વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ BS ધનોઆએ શુક્રવારે જ આપી દીધા હતાં. આ પહેલાં ડોકલામ પર 73 દિવસો સુધી બંને દેશો વચ્ચે ભારે તણાવની સ્થિતિ બનેલી હતી.

ડોકલામની નજીક હજુ સુધી છે 1000 ચીની સૈનિકોનો કાફલો, બનાવી રહ્યાં છે રસ્તો

એર ચીફ માર્શલે સંવાદદાતાઓને કહ્યું કે, 'બંને પક્ષ સીધી રીતે સામ-સામે નથી. પણ ચુંબી ઘાટીમાં હાલમાં પણ જવાન હાજર છે હું આશા રાખુ કે તે પાછા જતા રહે કારણ કે તે વિસ્તારમાં તેમની ટ્રેનિંગ પૂર્ણ થઇ ગઇ છે.'

ભારત અને ચીન સેના વચ્ચે ડોકલામમાં 16 જૂનથી 73 દિવસો સુધી તણાવની પરિસ્થિતિ બનેલી હતી. તે પહેલાં ભારતની સેના અને ચીનની સેના દ્વારા વિવાદિત ક્ષેત્રમાં એક રસ્તાનાં નિર્માણ પર રોક લગાવવામાં આવી હતી. આ સમયે ભૂટાન અને ભારત એકબીજાનાં સંપર્કમાં હતાં અને અંતે 28 ઓગષ્ટનાં દિવસે ચીન ભારત સામે નમ્યુ હતું.

આ સમયે તેવાં પણ સમાચાર હતા કે ચીનની પીપુલ્સ લિબરેસન આર્મીએ યાતુંગમાં અગ્રિમ ચૌકી પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ડોકલામ પઠારમાં ચીનનાં સૈનિકોની હાજરી છે પણ લાગે છે કે ઠંડીનાં સમયમાં આ વિસ્તાર છોડીને જઇ શકે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર