નૂપુર અને રાજેશ તલવારે નથી કરી આરુષિ-હેમરાજની હત્યા: HC

Oct 12, 2017 05:02 PM IST | Updated on: Oct 12, 2017 06:24 PM IST

આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં આરોપી રાજેશ તલવાર અને નૂપુર તલવારને ઇલાહાબાદ હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. CBI કોર્ટ દ્વારા તેમને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. તેનાં વિરુદ્ધ તલવાર દંપતિએ ઇલાહાબાદ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. ગુરૂવારે તેનાં પર નિર્ણય સંભળાવતા રાજેશ અને નૂપુર તલવારને નિર્દોષ જાહેર કર્યા છે.

કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યું, તલવાર દંપતીએ તેમની દીકરી આરુષીની હત્યા નથી કરી. રાજેશ અને નૂપુર તલાવરને બેનિફિટ ઓફ ડાઉટ મળ્યો છે. તલવાર દંપતીનાં વકીલ તનવીર અહમદે કહ્યું કે, તલવાર દંપતીને ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત કરી શકાય છે.

નૂપુર અને રાજેશ તલવારે નથી કરી આરુષિ-હેમરાજની હત્યા: HC

Arushi-875

કોર્ટે શું કહ્યું ?

કોર્ટે કહ્યું કે, હાલનાં પુરાવા અને સાક્ષીઓને આધારે રાજેશ તલવાર અને નૂપુર તલવારને આરુષિ અને હેમરાજની હત્યાનાં દોષિત ન ઠેરવી શકાય. હાઇકોર્ટનાં જજ એ કે મિશ્રાએ કહ્યું કે, CBIની તપાસમાં કેટલીક ખામીઓ હતી. આવી સજા તો સુપ્રીમ કોર્ટે પણ ક્યારેય નહીં આપી હોય.

CBI કોર્ટે 2013માં તલવાર દંપતીને આજીવન કેદની સજા ફટકારી હતી

ગાઝિયાબાદની CBI કોર્ટે આ મર્ડર મિસ્ટ્રીમાં 26 નવેમ્બર 2013નાં આરુષિનાં માતા-પિતાને દોષિત જાહેર કરતાં આજીવન કેદની સજા ફટકારી હતી. આ નિર્ણયને તલવાર દંપતિએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને 4 વર્ષ સજા ભોગવ્યા બાદ હવે તેમને બાઇજ્જત બરી કરવામાં આવશે.

Aarushi-Talwar

ડાસના જેલમાં બંધ છે તલવાર દંપતી

આપને જણાવી દઇએ કે, આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં દોષિત કરાર થયેલાં રાજેશ તલવાર અને નૂપુર તલવાર ગાઝિયાબાદની ડાસના જેલમાં બંધ છે ડાસના જેલનાં જેલર ડો મોર્યનાં જણાવ્યાં પ્રમાણે હાઇકોર્ટનાં નિર્ણયથી તલવાર દંપતિ ખુશ છે આખરે તેમને ન્યાય મળ્યો છે.

aarushihemraj-murder-case

સુચવેલા સમાચાર