મહાત્મા ગાંધી વિશેની 5 વાતો, જે તદ્દન ખોટી છે !

Oct 02, 2017 11:15 AM IST | Updated on: Oct 02, 2017 11:15 AM IST

જ્યારથી સોશિયલ મીડિયા લોકોમાં પ્રચલીત થયુ છે ત્યારથી સત્ય અને અસત્ય વચ્ચેનો ફરક કરવો મુશ્કેલ થઇ ગયો છે. ફેક ન્યૂઝ અને મોર્ફ્ડ ફોટોઝે સાચાં અને ખોટા સમાચાર વચ્ચેનો ફરક ઝાંખો કરી દીધો છે. આજે ગાંધી જયંતીનાં અવસરે અમે આપને એવી 5 વાતો જણાવીશું જે ગાંધીજી સાથે જોડાયેલી છે પણ તદ્દન ખોટી છે.

1

મહાત્મા ગાંધી વિશેની 5 વાતો, જે તદ્દન ખોટી છે !

ડાંસિંગ ગાંધી-

ગાંધીજીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ શેર થઇ છે આ ફોટોમાં ગાંધીજી જેવો એક વ્યક્તિ નજર આવે છે જે યુવતી સાથે ડાન્સ કરતો નજર આવે છે ખરેખરમાં આ વ્યક્તિ ગાંધીજી નહીં પણ ઓસ્ટ્રેલિયન એક્ટર છે જે ગાંધીજીનાં ગેટઅપમાં એક પાર્ટીમાં ગયો હતો. ગાંધીજીનાં નામે ફરતી આ તસવીર તદ્દન ફેક છે.

2

ગાંધી વિથ વૂમન-

એક તરફ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ છે જેમાં ગાંધીજી એક યુવતીની ખુબજ નજીક નજર આવે છે. આપને જણાવી દઇએ કે આ અસલ ફોટો નેહરુજીની સાથે છે અને તેને મોર્ફ્ડ કરવામાં આવ્યો છે. તેમાંથી નેહરુજીને હટાવીને યુવતીને મુકવામાં આવી છે.

3

ગાંધીજીએ નથી કહી આ ત્રણ વાતો-

-ગાંધીજીનાં સૌથી પ્રખ્યાત કોટ્સમાંથી એક- 'આંખનાં બદલામાં આંખની લડાઇ આખી દુનિયાને આંધડી બનાવી દેશે.' ખરેખરમાં ગાંધીજીએ આ વાક્ય ક્યારેય કહ્યું નથી. ઇતિહાસમાં તેનો કોઇ પુરાવો પણ નથી. જે સાબિત કરી શકે કે આ વાત ગાંધીજીએ કહી હોય. ખેખરમાં બેન કિંગ્સલેની ફિલ્મ 'ગાંધી'માં આ ડાઇલોગ હતો જેને ગાંધીએ કહ્યો હોવાનું માની લેવામાં આવ્યું છે.

-આ ઉપરાંત 'દુનિયામાં જો બદલાવ ઇચ્છો છો તો શરૂઆત પોતાનાથી કરો' આ વાત પણ ગાંધીજીએ કહી હોય તેનો કોઇ જ પ્રમાણ નથી. ગાંધી વ્યક્તિગત શુદ્ધતા અને પરોપકારમાં માનતા હતા. પણ તેઓ સાથે તેમ પણ કહેતા હતા કે બદલાવ ત્યારે જ આવશે જ્યારે આપણે તે સમજીશું કે અન્ય લોકો શું ઇચ્છે છે.

-ત્રીજી વાત જે ગાંધીજીનાં નામે પ્રચલીત છે 'એવી રીતે જીઓ જ્યારે કાલે મરવાનું છે ' આપને જણાવી દઇએ કે ગાંધીજીએ ક્યારેય આવું કહ્યું નથી. તેઓએ ભણવાનાં સંદર્ભમાં જરૂર કહ્યું છે કે, 'ભણવું એવી રીતે જોઇએ કે જાણે કાલે જિંદગીનો અંતિમ દિવસ હોય.'

સુચવેલા સમાચાર