#1YearOfDemo : PM મોદીએ ટ્વિટ કર્યો ખાસ VIDEO, ગણાવ્યા નોટબંધીનાં ફાયદા

Nov 08, 2017 12:24 PM IST | Updated on: Nov 08, 2017 12:24 PM IST

નોટબંધીને આજે એક વર્ષ પૂર્ણ થયુ ત્યારે જ્યાં કોંગ્રેસ બ્લેક મની ડે મનાવી રહ્યું છે ત્યાં ભાજપ એન્ટી બ્લેક મની ડે ઉજવી રહ્યું છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ તેમનાં ટ્વિટર પેજ પર એક વીડિયો શેર કરીને નોટબંધીનાં ફાયદા ગણાવ્યાં છે. અને દેશ વાસીઓને નોટબંધી મુદ્દે સહયોગ આપવા બદલ ધન્યાવાદ પણ પાઠવ્યા છે.

પીએમ મોદીએ એક સર્વે દ્વારા લોકો પાસેથી તેમના અભિપ્રાય જાણવાની પણ ઈચ્છા કરી છે. આ બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધીને ત્રાસદી ગણાવતા કહ્યું કે કોંગ્રેસ નોટબંધીથી બરબાદ થયેલા ઈમાનદાર લોકોના પડખે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીને લઈને એક પછી એક ચાર ટ્વિટ કરી અને લખ્યું કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાને જડમૂળથી ઊખાડવા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાંનો દ્રઢતાપૂર્વક સમર્થન કરવા માટે હું ભારતના લોકો આગળ માથું નમાવું છું. તેમણે કહ્યું કે 125 કરોડ ભારતીયોએ એક નિર્ણાયક લડત લડી અને જીત મેળવી.

આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ નોટબંધી પર બનાવવામાં આવેલી એક શોર્ટ ફિલ્મ પણ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

7.13 મિનિટમાં બનાવવામાં આવેલી આ શોર્ટ ફિલ્મમાં નોટબંધીના તમામ ફાયદા ગણાવવામાં આવ્યાં છે. નોટબંધીને ગરીબો અને ઈમાનદારોના પક્ષમાં ગણાવતા કહેવાયું છે કે 1000 અને 500ની જૂની નોટો બંધ થવાથી ગરીબો અને પ્રામાણિક લોકોની ઊંઘ હરામ થઈ નથી. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધીના પગલે દેશમાં ભેગું થયેલું કાળું નાણું બેંકમાં પાછું આવ્યું છે અને આજે સરકાર પાસે તેમના માલિકોના નામ, સરનામાં અને ચહેરા છે. કહેવાયું છે કે 23 લાખ બેંક ખાતાઓમાં જમા 3.68 લાખ કરોડની રકમ તપાસના દાયરામાં છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર