અ'વાદમાં ક્યાં મળે છે 19 પ્રકારની ખિચડી, એક ક્લિક પર જાણી લો તમે પણ

Nov 06, 2017 12:34 PM IST | Updated on: Nov 06, 2017 12:34 PM IST

પચવામાં સરળ, દેશી ખોરાક અને નાના-મોટા સૌને ભાવે તેવી ખિચડી. હાલમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. અને તેનું કારણ પણ છે. હાલમાં ચર્ચા છે કે ખિચડીને રાષ્ટ્રિય ખોરાક જાહેર કરી દઇએ.

અ'વાદમાં ક્યાં મળે છે 19 પ્રકારની ખિચડી, એક ક્લિક પર જાણી લો તમે પણ

ત્યારે અમદાવાદનાં પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલી એવી જ એક ખિચડી etc હોટલની આપને મુલાકાત કરાવીએ જ્યાં 19 પ્રકારની ખિચડી મળે છે. અહીં ખિચડી સિવાય અન્ય કોઇ વસ્તુ મળતી નથી.

રજવાડી અને દેશી ખિચડી ઉપરાંત અહીં પાલક કોર્ન ખિચડી,  હેલ્થ કોન્શિયન્સ માટે બાજરા મગની ખિચડી તો ઇન્ટરનેશનલ ટેસ્ટ ખિચડીમાં માણવા માંગતા હોવ તો મેક્સિકન ખિચડી અને થાઇ ખિચડી પણ તમે માણી શકો છો. તો નાના બાળકોને ભાવે તે માટે ચિઝ મસાલા ખિચડી પણ છે.

આ નિર્દોષ ફૂડ સમગ્ર દેશમાં લોકપ્રિય ખોરાક છે. આ પસંદિદા ખોરાક જો માણવા માંગતા હોવ તો અમદાવાદનાં પ્રહલાદ નગર ગાર્ડન પાસે તમે Khichdi etc હોટલમાં માણી શકો છો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર