ભાજપને હરાવવાં કોંગ્રેસનો પ્લાન, વિવાદીત ગુજરાતી ફિલ્મ સોશિયલ મીડિયા કરશે વાઇરલ

Oct 27, 2017 01:13 PM IST | Updated on: Oct 27, 2017 01:13 PM IST

મહત્વનાં મુદ્દા

-હાર્દિક પટેલ બનેલી ફિલ્મ પાવર ઓફ પાટીદાર

ભાજપને હરાવવાં કોંગ્રેસનો પ્લાન, વિવાદીત ગુજરાતી ફિલ્મ સોશિયલ મીડિયા કરશે વાઇરલ

-ફિલ્મને કોંગ્રેસના રોબોટ વાડરા ખરીદવા મેદાનમાં

-હાર્દિક પટેલ સોશીયલ મીડિયા મારફતે કરશે વાયરલ

-ઇલેકશનને લઈને કોંગ્રેસનું મોટું કાવતરું

-ફિલ્મ પ્રોડયુસર દીપક સોનીનું નિવેદન

હાર્દિક પટેલ દ્વારા ગુજરાતમાં જે પાટીદારો માટે અનામત આંદોલન ચલાવવામાં આવ્યું હતું તે આંદોલન પર 'પાવર ઓફ પાટિદાર' ફિલ્મ બનાવવામાં આવી હતી. પણ આ ફિલ્મને સેન્સર બોર્ડે રિલીઝની મંજૂરી આપી ન હતી. આ ફિલ્મ ઓગષ્ટ 2016માં બની હતી. પણ ફિલ્મની રિલીઝ પર રોક લાગતા ફિલ્મનાં પ્રોડ્યુસર દીપક સોનીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. જે બાદ કોંગ્રેસે આ ફિલ્મનાં રાઇટ્સ ખરિદવામાં રસ દાખવ્યો છે.

સોર્સિસની માનીયે તો ઇલેક્શનમાં ફાયદો ઉઠાવવા કોંગ્રેસનાં રાહુલ વાઢરાએ આ ફિલ્મનાં રાઇટ્સ ખરીદવાની તૈયારી બતાવી છે. તો કોંગ્રેસનો પ્લાન છે કે તેઓ હાર્દિક પટેલનાં જ સોશિયલ મીડિયામાં આ ફિલ્મ વાઇરલ કરશે. જેથી આગામી દિવસોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સાઇબર વોર વધુ જામશે.

રાજ્યમાં પાટીદારો પાસ કન્વીનર હાર્દિક પટેલની આગેવાનીમાં અનામત આંદોલન ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ચાલતા અનામત આંદોલન પર ગત વર્ષે પ્રોડયુસર દીપક સોનીએ “પાવર ઓફ પાટીદાર” ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં હાર્દિક પટેલનો રોલ સંજય દવેએ કર્યો હતો. રઝા મુરાદ, દેવેન્દ્ર પંડિત, અલી ખાન, જયશ્રી ટી જેવા ૧૦૦ થી વધુ કલાકારોએ ફિલ્મમાં  મહત્વનાં રોલ ભજવ્યો હતો.

સેન્સર બોર્ડના નિર્ણયથી નારાજ દીપક સોનીએ દિલ્હીમાં આવેલા સેન્સર બોર્ડને અપીલ કરી હતી, પરંતુ, ત્યાં પણ તેને નિરાશા મળી હતી. સેન્સર બોર્ડ વિરુદ્ધ દીપક સોની હાઇકોર્ટમાં ગયા હોવાથી હાલમાં કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. સેન્સર બોર્ડે ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મૂકતા દીપક સોની સહિતના ફાઇનાન્સરોના ર૧ કરોડ રૂપિયા ફસાઇ ગયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર