ભટકેલ V/S છટકેલ

Posted on: Oct 12, 2017 04:34 PM IST | Updated on: Oct 12, 2017 04:34 PM IST

છટકેલ-બોલ ભટકેલ

ભટકેલ-હું ચાલે છટકેલ

ભટકેલ V/S છટકેલ

છટકેલ-બીજુ હું ચાલે,આજ-કલ તો ઇલેક્શન હાલે..

ભટકેલ-હાચી વાત...આ રાહુલ બાબાએ જબરા ડેરા-તંબૂ તાણ્યા છે...ગુજરાતમાં આવ-જા,આવ-જા કરે છે...

છટકેલ-રાહુલનો તંબૂ તો 2014માં ઉખડી ગયો છે...ભલે આવ-જા કરે તેનો શક્કરવાર ગળવાનો નથી...!

ભટકેલ-ભાઇ તુ મોદીજીના મંજીરા ના વગાડીશ...આ રાહુલ બિચારા કેટલી મહેનત કરે છે..

છટકેલ-શું શકોરુ મહેનત...જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ હારી જાય છે...મને લાગે છે કે ગાંધીજીનું સપનું પુરુ કરશે...કોંગ્રેસ મુક્ત ભારત થશે....!

ભટકેલ-ભાઇ એવું નથી...જો ભગવાન એક દિવસ રાહુલનું સાંભળશે,,,હવે તો એ...ભજન પણ ગાય છે...અને પ્રાર્થના પણ કરે છે કે કોંગ્રેસ સત્તા પર આવે...

છટકેલ-શું વાત કરો છો...રાહુલ ભજન ગાય છે...ભજન ઇટાલીમાં ગાય છે કે સંસ્કૃતમાં...?

ભટકેલ-તુ ખરેખર છટકેલ છો....ઇટાલીમાં વળી ભજન થોડા હોતા હશે...

છટકેલ-અરે આ તો રાહુલની વાત થાય તો ઇટાલીને ધ્યાનમાં લેવું પડે...

ભટકેલ- તમને ઇટાલિયન ચશ્મા સિવાય કશું દેખાતું નથી...

છટકેલ- ના આ તો ઇટાલીમાં ભજન હોય તો રાહુલ બાબા સાથે સોનિયા મેડમ ને પણ મજા આવે...

ભટકેલ-ઇટાલી-બીટાલી મુક...હવે,રાહુલ તો મંદીરે મંદીરે દર્શને જાય છે...

છટકેલ-પણ પહેલા તો નહોતા જતા....

ભટકેલ-ભાઇ ચૂંટણી આવે એટલે મંદીરમાં જવું પડે...આપણાં મોદી સાહેબ પણ જાય છે...વતનના વડનગરના હાટકેશ્વરનું જ જુઓ..પીએમ બન્યા બાદ ત્રણ વરસે જય હાટકેશ યાદ આયું...

છટકેલ-પણ શું રાહુલ એમ માને છે કે મંદીર જશે એટલે જીતી જશે...ભાઇ ભગવાનના આશીર્વાદની નહીં જનતાના આશીર્વાદની જરૂર પડે ઇલેક્શનમાં...જે સાહેબ સાથે છે...

ભટકેલ-હાં સાચુ સાથે સાથે ઇવીએમના આશીર્વાદની પણ જરૂર પડે ને...

છટકેલ-સંતોના આશીર્વાદ પણ જોઇએ

ભટકેલ-સંતો નહીં બાબા....ગુરમીતસિંહ જેવા..આસારામ જેવા...

છટકેલ-ભાઇ આ લોકોને બાબાઓમાં નહીં એમના ભક્તની વોટબેંકમાં રસ હોય છે...કસ નિકળી જાય એટલે પત્યું

ભટકેલ- ભાઇ એ તો પેલું સોફ્ટી હિંદુત્વ...છે...રામ મંદીરની સામે બહુ બધા મંદીર...જુઓ રાહુલ બાબા કેટલા બધા મંદીરની ચોખટ પર ગયા..

છટકેલ-એ સોફ્ટી નહીં...એ સોફ્ટ હિંદુત્વ છે..સોફ્ટી ખાવાની આઇટમ છે...હિંદુત્વ એટલે રાષ્ટ્રવાદ અને એ પણ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ

ભટકેલ-એ જે હોય તે...કોંગ્રેસ તો સેક્યુલર...

છટકેલ-પણ રાહુલ સેક્યુલર હોય તો પણ મંદીર જાય ????...તો પછી મુસ્લીમો શું કરશે...

ભટકેલ-મુસ્લીમો તો પહેલાથી જ હાથમાં છે...

છટકેલ-એવુ રખે માનતા....આજકલ તો મોદી સાહેબ પણ મસ્જીદમાં જાય છે...રંગૂન ખાતે બહાદુરશાહ ઝફરની મજાર પર ફૂલ ચડાવ્યા..અહીં વરસો પછી સીદી સૈયદની જાળી વાળી

મસ્જીદની મુલાકાતે ગયા...તીન તલાક વાળું પણ છે...બાનુઓ બધી કમળના બટન પર જ આંગળી દબાવવાની છે...

ભટકેલ-ભાઇ મોદી સાહેબ ભલે મસ્જીદમાં જતા હોય પણ ટોપી તો પહેરતા નથી ને...એટલે વોટ નહીં મળે...

છટકેલ-ભાઇ ભટકેલ, સાહેબ ટોપી પહેરતા નથી પણ પહેરાવે છે...એટલે તમે ચિંતા ન કરો...

ભટકેલ-અરે હાં હું તો ભૂલી જ ગયો...પણ રાહુલે ગાયની પૂજા કરી...

છટકેલ-શું વાત કરો છો...ગાયની પૂજા...ભાઇ ગુજરાતમાં રખડતી ગાયોનો બહુ ત્રાસ છે...એટલે દાવ ઉલ્ટો ન પડી જાય..

ભટકેલ- ના ભાઇ રાહુલ બાબાએ ગાયોને ચારો પણ ખવડાવ્યો...પૂણ્ય મળશે પૂણ્ય...

છટકેલ- હા હા હા...ચારા પરથી મને લાલુ પ્રસાદ યાદ આવ્યા...એ ચારો ખાઇ ગયા હતા...

ભટકેલ-આમાં ચારો ક્યાં આવ્યો...રાહુલે તો ઉલ્ટો ગાયને ચારો ખવડાવ્યો..ખાધો નથી...લાલુ ને શું કામ વચ્ચે લાવો છો..

છટકેલ-શું કામ વચ્ચે ના લાવીએ લાલુ ને....બિહારમાં મહાગઠબંધનમાં ખરા ને...લાલુ-રાહુલ સાથ સાથ..બિહારમાં તેજસ્વી સાથે અને યૂપીમાં અખિલેશ સાથે...

ભટકેલ-ભાઇ મહાગઠબંધન તૂટી ગયું ક્યારનું...

છટકેલ-પણ લાલુ સાથે નહીં...લાલુ હાથ સાથે ચાલુ જ છે...લાલુ જેવા જ લોકો આજ-કલ કોંગ્રેસ સાથે છે..બાકીના જોડાઇ ગયા સાહેબ સાથે...

ભટકેલ-લાલુ-ચાલુ છોડ...

છટકેલ-ગાય તો ઠીક પણ ગાય બાદ ગોબરનું શું....??? ગૌમુત્રનું શું....??? ગોરક્ષકોનું શું...????

ભટકેલ-રાહુલ બાબાની વાત કર...22 વરસ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર પાક્કી..રાહુલે એડવાન્સમાં આદીવાસીઓ સાથે ડાંસ કરી દીધો...ઢોલ-ત્રાંસા વગાડ્યા...બસ હવે,ફટાકડા ફોડવાના જ બાકી છે...

છટકેલ-ડાંસ તો કર્યો પણ પાવો ના વગાડ્યો..?

ભટકેલ-વગાડ્યો ને...પણ રાહુલ બાબાએ નહીં..પાવો ભરત સિંહે વગાડ્યો..!

છટકેલ-એને ગાજરની પીપૂ઼ડી કહેવાય...અને મંજીરા પણ વગાડ્યા હશે કોઇ કોંગ્રેસીએ..!

ભટકેલ-સાચી વાત,અશોક ગેહલોતજીએ મંજીરા વગાડ્યા.....કોંગ્રેસનું ઓરકેસ્ટ્રા તૈયાર,જીતનો વરઘોડો નિકળશે ડિસેમ્બરમાં..નવસર્જન યાત્રા જોરદાર

છટકેલ-નવસર્જન કે વિસર્જન...?

ભટકેલ-ભાઇ કોંગ્રેસની સરકારનું સર્જન થવાનું છે..

છટકેલ-ચાલો માની લઇએ કે કોંગ્રેસ સરકાર બનાવશે...જો કોંગ્રેસ સરકાર બનાવશે તો મુખ્યમંત્રી કોણ...?

ભટકેલ-મુખ્યમંત્રી કોણ થશે એમ....? ભરતભાઇ પણ બની શકે...અર્જુનભાઇનો પણ ચાન્સ લાગે...સિધ્ધાર્થભાઇનું પણ કહેવાય નહીં...શક્તિભાઇનો નંબર પણ લાગે હોં...આ બધ્ધા સીએમ થશે ત્યારે થશે પણ અસલી સીએમ તો 10 જનપથ....!!! કારણકે 10 જનપથ રીઝે તો મનિષ દોશી પણ બની શકે છે સીએમ..કોંગ્રેસમાં કંઇ નક્કી નહીં...!!!

છટકેલ-એ કેવું ગુજરાતમાં સરકાર અને મુખ્યમંત્રી 10 જનપથ...ભાજપમાં એવું નહીં..રુપાણી નક્કી જ છે...

ભટકેલ-ભાઇ કોંગ્રેસમાં તો એમ જ થાય..અને તમારામાં પણ એમ જ છે..અસલી સીએમ અમિત શાહ નહીં....અને સુપર સીએમ સાહેબ નહીં...​

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર