કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

Posted on: Apr 21, 2016 04:50 PM IST | Updated on: May 30, 2016 11:57 AM IST

અમદાવાદ #ગુજરાત પોલીસને લાંછન લાગ્યું, પોલીસના ગઢમાં એક આરોપી ખૂની ખેલ ખેલી ગયો. ગુજરાતના નાક ગણાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું નાક વઢાયું, પરમીશન વગર ચકલુંય ના ફરકી શકે એવી ડંફાશનું સુરસુરીયું થયું, ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં જ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની ઘાતકી હત્યા થઇ, હત્યા કરી આરોપી બિન્દાસ્તથી ભાગી પણ ગયો. આ છે આપણી પોલીસ. આપણા રક્ષક કે જેઓનો પોતાનો ગઢ પણ સુરક્ષિત નથી.

એક પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો, પોલીસ ડિપાર્ટમેન્ટે એક સારો કર્મચારી ગુમાવ્યો, એક પત્નિએ પતિ, બાળકોએ પિતા ગુમાવ્યો છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચ માટે તો જાણે કે આ રોજીંદી બનતી એક વારદાત હોઇ એવું લાગી રહ્યું છે. નક્કર હકીકતો કે તથ્યો જાહેર કરવાને બદલે જાણે કે કંઇક છુપાવવા પ્રયાસ થઇ રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

કોન્સ્ટેબલની હત્યામાં કંઇક છુપાવાઇ રહ્યું છે? આ રહ્યા સવાલ જવાબ

રાત્રી બંદોબસ્ત અને વિવિધ સુરક્ષાઓથી સજ્જ એવી કચેરીમાં એક આરોપી ખુલ્લેઆમ ફરજ પરના પોલીસ કર્મચારી પર હુમલો કરે છે અને હત્યા કરી ભાગી જાય છે. છતાં ફરજ પરના અન્ય કર્મચારીઓ કે અધિકારીઓને આની ભણક પણ પડતી નથી. ઇન્ટેલીજન્સીની વાતો કરતા પોલીસ ડિપાર્ટમેન્ટની પોલ ખુલ્લી પડે એવી આ ઘટના છે.

નિર્દોષો સામે લાઠીઓ વીંઝતા અને દાદાગીરી કરી ફાંકાઇ મારતી પોલીસ આજે ખુદ એન્કાઉન્ટરમાં ઠાર થઇ છે. ચોરીની ઘટનામાં ઘર માલિક સાથે આકરી પુછપરછ કરતી પોલીસના સવાલો સાંભળી ઘર માલિકને કાયમ થતું હોય છે કે આના કરતાં તો જાણ ના કરી હોત તો સારૂ, એવી નિષ્ઠુર અને ધડ માથા વગરના સવાલો પુછી પરેશાન કરતી હોય છે. પરંતુ આજે ખુદ પોલીસનું એન્કાઉન્ટર થયું છે. લુખ્ખી ડંફાશનો પર્દાફાશ થયો છે.

ગુજરાત પોલીસનું નાક કહેવાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું નાક કપાયું છે. એક આરોપી ક્રાઇમ બ્રાન્ચના ગઢમાં એવું ગાબડું પાડી ગયો કે પોલીસનો પાવર ઉતરી ગયો. મૃતક કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણાની હત્યાને લઇને અનેક સવાલો ઉઠવા પામ્યા છે. લોખંડની પાઇપ આવી ક્યાંથી? અન્ય સ્ટાફ હાજર હતો તો કોઇને ખબર કેમ ન પડી? આરોપી કેવી રીતે ભાગી ગયો? સહિતના સવાલો આજે ક્રાઇમ બ્રાન્ચને ભારે પડી રહ્યા છે.

ગુજરાત પોલીસ માટે લાંછનરૂપ એવી આ ઘટના અંગે વિગતો આપવા ક્રાઇમ બ્રાન્ચે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સી એન રાજપૂત પત્રકારોના સવાલોને પણ સંતોષી શક્યા ન હતા. ગામ આખાને સીસીટીવી લગાવવા માટે કહેતી પોલીસ આજે સીસીટીવી ચાલુ હતા કે કેમ? એ સવાલનો પણ સંતોષકારક જવાબ આપી શકી ન હતી. અહીં એવા ઘણા સવાલો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ પાસે સચોટ જવાબ નથી.

સવાલ : ઘટના શું હતી? આરોપી કોણ છે?

જવાબ : માથામાંને મોંઢાના ભાગે ઇજા કરી મૃત્યુ નીપજાવી ભાગી ગયો છે. એ માણસનું નામ છે મનિષકુમાર શ્રવણકુમાર બલઇ. તે રાજસ્થાનના સાંભર તાલુકાના વૈશાલીનો વતની છે.

સવાલ : ભાગી ગયેલ આરોપી અમદાવાદમાં ક્યાં રહે છે?

જવાબ : અમદાવાદમાં એનું કોઇ એડ્રેસ નથી

સવાલ : આરોપીને ક્યારે લાવ્યા હતા?

જવાબ : કાલે સાંજે લઇ આવ્યા હતા અને પ્રાથમિક પુછપરછ કરતા હતા એ દરમિયાન રાત્રે બનાવ બનેલ છે.

સવાલ : ઓફિશિયલી ધરપકડ કરવામાં આવી હતી? ક્યાંથી લાવ્યા હતા? અને કોણ લઇ આવ્યું હતું?

જવાબ : એ પીએસઆઇ ચૌધરીના સ્ક્વોડમાં છે અને પોતે લઇ આવ્યા હતા અને પુછપરછ કરતા હતા

સવાલ : કયા ગુનામાં લાવ્યા હતા?

જવાબ : પર્ટીક્યુલર ગુનાની તો કોઇ ચોક્કસ હકીકત નથી. પણ નાર્કોટીક્સ અને લૂંટના ગુનામાં સંડોવણી છે એવી એમની પાસે હકીકત હતી.

સવાલ : પ્રાથમિક તપાસમાં શું જાણવા મળ્યું છે? કેવી રીતે હત્યા કરી અને આરોપી ફરાર થઇ ગયો?

જવાબ : આરોપી એમની બાજુમાં એક લોખંડની પાઇપ હતી એનાથી માથામાં અને મોંઢાના ભાગે ઇજા કરી મૃત્યુ નીપજાવી ભાગી ગયો છે.

સવાલ : આરોપી ભાગવામાં કેવી રીતે સફળ થયો?

જવાબ : લેટ નાઇટ હતી એટલે મોંઢા પર ફટકો માર્યો હોય અને અનકોન્સિયસ જેવા થયા હોય અને પછી બીજી ઇજાઓ કરી ભાગી ગયો હોય.

સવાલ : ક્રાઇમ બ્રાન્ચની આમ પણ સુરક્ષા વધુ હોય છે તો ગઇ કાલે શું હતું? કેવી રીતે તે ભાગવામાં સફળ રહ્યો?

જવાબ : ક્રાઇમ બ્રાન્ચની સુરક્ષા તો હતી પરંતુ કદાચ લેટ નાઇટ પીએસઓ જે પીઆરઓ છે એ એની બેદરકારી હોય અને ત્યાંથી નીકળીને આગળ જતો રહ્યો હોય.

સવાલ : નાઇટ દરમિયાન અહીં કેટલા અધિકારીઓ, સ્ટાફ હાજર હોય છે?

જવાબ : નાઇટ દરમિયાન એક પીએસઆઇ હોય છે કેમ્પસ પીએસઆઇ.

સવાલ : આ ઘટના ઘટી એ વખતે પીએસઆઇ કે કોઇ કર્મચારી હાજર હતા કે કેમ?

જવાબ : પીએસઆઇ રૂમમાં ન હતા કમ્પાઉન્ડમાં હતા.

સવાલ : આરોપીએ હુમલો કર્યો હોય ત્યારે કોઇ બૂમાબૂમ થઇ તો કોઇ આવ્યું કેમ નહીં?

જવાબ : એ સમયે બૂમાબૂમ થઇ હોય કે અવાજ આવ્યો હોય એવું કંઇ સાભળ્યુ નથી. પહેલા કોઇ ફટકો મારી દીધો હોય અને અનકોન્શિયસ થઇ ગયા હોય એવું બની શકે.

સવાલ :હાલ આરોપીને પકડવા માટે કઇ દિશામાં તપાસ ચાલી રહી છે?

જવાબ : આરોપી રાજસ્થાનનો છે અને અમે ટીમો બનાવી તપાસ કરી રહ્યા છીએ.

સવાલ : પીઆરઓમાં કોની કોની ડ્યૂટી હતી?

જવાબ : પીઆરઓમાં ખુમાનસિંહની ડ્યૂટી હતી.

સવાલ : શું એમની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ?

જવાબ : તપાસના અંતે એમની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

સવાલ : સીસીટીવી ક્રાઇમ બ્રાન્ચમાં છે તો એમાંથી કંઇ બહાર આવ્યું છે ખરૂ?

જવાબ : સીસીટીવીમાં હાલ કંઇ જોઇ શકાયું નથી.

સવાલ : સીસીટીવી બંધ હતા એ અંગે શું હકીકત છે?

જવાબ : એ ચોક્કસ હાલ કંઇ કહેવાય નહીં પરંતુ જોઇશું તો ખબર પડશે કે સીસીટીવી બંધ હતા કે ચાલુ હતા.

સવાલ : આરોપી કઇ જગ્યાએથી ભાગ્યો હતો?

જવાબ : જવાનો એક જ રસ્તો છે. પીઆરઓ પાસેથી ગયો હોય અને પછી દિવાલ કૂદી ભાગી ગયો હોય. ડોગ સ્ક્વોડ ટ્રેક કરે છે એમાં આ સામે આવ્યું છે.

સવાલ : અહીં બે એસઆરપીના જવાનો હોય છે આગળ 100 મીટર દુર જઇએ તો એસઆરપીનો પોઇન્ટ હોય છે તો એમને કેમ જાણ ના થઇ? ફરજ પર હાજર હતા કે કેમ?

જવાબ : માણસો તો છે જ, હતા જ પરંતુ સામેનો જે નાનો ગેટ છે પાછળ પાર્કિંગમાં, ત્યાંથી દિવાલ કૂદીને આરોપી જતો રહ્યો હોવાનું ડોગ સ્ક્વોડમાં ટ્રેક થયું છે.

સવાલ : રાતે ઇન્ચાર્જમાં પીએસઆઇ જે એન ચાવડા હતા તો એમની વિરૂધ્ધ કે એમની સાથે હાજર સ્ટાફ વિરૂધ્ધ કાર્યવાહી કરાશે?

જવાબ : જે એન ચાવડાનું અલગ કામ છે. બનાવ બન્યોએ અલગ જગ્યા છે. પણ તપાસમાં જો એવું લાગશે તે પગલાં લેવાશે.

સુચવેલા સમાચાર